Tifin Seva - Angle trust

નિતીન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી,ડૉ.નિતીન સુમંત શાહ દ્વારા એન્જલ ટ્રસ્ટના ટિફિન પ્રોજેક્ટને આગામી બાર માસ માટે સપોર્ટ કરવામાં આવેલ છે જે અંતગર્ત ઓગષ્ટ માસની સહાય દિપલબેન અમિત ભંડારકરને કરવામાં આવેલ છે. નિતીન ચેરિટેબલ ટ્રસ્ટની સહાયથી એન્જલ દિપલબેન દ્વારા ટિફિન બનાવીને જરૂરીયાતમંદોને વહેંચવામાં આવ્યાં છે.

એન્જલ ટ્રસ્ટનો ટિફિન પ્રોજેક્ટ દિવ્યાંગ અને અસાધ્ય રોગોથી પડિત તેમજ સામાજીક તિરસ્કારનો ભોગ બનેલા લોકો ટિફિન બનાવીને આત્મનિર્ભર બનાવે છે.તેમજ આ ટિફિન ફૂટપાથ પર રેહેતાં બેઘર વૃધ્ધો અશક્ત તથા દિવ્યાંગોને વિતરણ કરવામાં આવે છે.

નિતીન ચેરિટેબલ ટ્રસ્ટ એન્જલ ટ્રસ્ટના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવાવા તેમજ જરૂરિયાતમંદોને શુધ્ધ સાત્વિક ભોજન પિરસવાના આ ઉમદા કાર્યમાં સહભાગી થવા બદલ ધન્યતા અનુભવે છે.