Radio Workshop

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહ દ્વારા બહેનો માટે વિનામૂલ્યે આર જે,ન્યુઝ રીડર અને એન્કરીંગ ની તાલીમ શિબિરને પ્રાયોજીત કરવામાં આવેલ  છે, આ વર્કશોપનું આયોજન કલાસૂર્ય ફાઉન્ડેશન અને કલાસેતુના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.

આ વર્કશોપમાં જાણીતા R.J.ધ્વનિત, કવિ તુષાર શુક્લ, ભૈરવી હેમંત, ક્રિના શાહ, જીતેન્દ્ર ઠક્કર અને અભિલાષ ઘોડા જેવા તજજ્ઞો દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવશે તેમજ ઈમેજ કનસલ્ટન્ટ ગૌરાંગ મિસ્ત્રી દ્વારા વ્યક્તિત્વવિકાસની તાલીમ પણ આવવામાં આવશે.

આ વર્કશોપ દ્વારા હાર્ટ ફાઉન્ડેશન ઍન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ મહિલા સશક્તિકરણમાં એક નાનકડો ફાળો છે.

વર્કશોપ ૩૧ ઓગષ્ટ થી ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન સાંજે ૪ થી ૭વાગ્યા સુધી સદ્દવિચાર પરિવારના ગાંઘી હોલમાં  યોજવામાં આવશે..

વિના મૂલ્યે તાલીમ લેવા માટે વધુ જાણકારી મેળવવા માટે ૯૭૨૭૭૧૭૯૭૫ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ કરવો.