pariver sanman kalasurya foundation

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમિ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત શૌર્યગીત અને દેશભક્તિ ગીતો સાથેનો ભવ્ય લોકડાયરો અને સંયુક્ત પરિવાર સન્માન સમારોહ કાર્યક્મ તા. 8 મે રવિવારના રોજ બપોરે 2 થી 5, ટાગોર હોલ, અમદાવાદ ખાતે રાખેલ છે.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાન ડૉ. નિતીન સુમંત શાહ (ચેરમેન, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ), હેમુભાઈ ગાંધી( ગાંધી કોર્પોરેશન) અને પીનાકિન રાવલ(પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ) દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત 30 જેટલા સંયુક્ત પરિવારોને સન્માનિત કરવામાં આવશે.

આપણી ભારતીય સંસ્કૃતિ અને માતાપિતાની સેવા કરવાના અમુલ્ય વારસાનું પ્રચલન વધે તે ઉદ્દેશ સાથે વૃદ્ધાશ્રમ રહીત સમાજની રચના તરફ ગતિશીલ બનવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.