Jivan Utsav - Ahmedabad Red Cross Society

અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા તા ૨૬/૦૩/૨૦૨૪ ટાગોર હોલ અમદાવાદ ખાતે " જીવન ઉત્સવ " કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્ત એકત્રીકરણ અને ટ્રાન્સફ્યુઝન માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભારતના સૌથી મોટા રક્ત કેન્દ્રની શરૂઆતની સ્મૃતિમાં અને રક્ત અને અંગ દાનના કારણો અને થેલેસેમિયા સંભાળ ,જાગૃતિ અને નિવારણ માટેના તેના મિશનને ચેમ્પિયન કરવા માટે તેની અગ્રણી પહેલ પ્રદર્શિત કરવા પાછળ નો મુખ્ય હેતુ હતો આ કાર્યક્રમ માં  થેલેસેમિયા અને રકતદાન ના જાગૃતિ અર્થે નાના બાળકો દ્વારા સુંદર નુત્ત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ  માં મુખ મહેમાન તરીકે  બ્રહકુમારી શિવાની દીદી , હાર્ટ  ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડો.શ્રી નીતિન સુમંતભાઈ શાહ , અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી  ચેરમેન - ડૉ.હર્ષદભાઈ  શાહ , શ્રી મુકેશભાઇ પટેલ , વાઇસ ચેરમેન - શ્રીમતી શ્રુતિબેન ચૂડગર તથા  અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી ની સમગ્ર ટીમ ઉપસ્થતિ રહી હતી 

આ કાર્યક્રમ માં હાર્ટ  ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડો.શ્રી નીતિન સુમંતભાઈ શાહ  નું મોમેન્ટો આપી ને સન્માન કરવામાં આવ્યું ,

ચેરમેનશ્રી દ્વારા અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી ને ચેક આપી ને પોતાનું યોગદાન આપ્યું હતું