Clinical Research For Role Of Yoga

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ.નિતીન સુમંત શાહના સહયોગથી મહેસાણાના શંકુઝ વોટર પાર્કની ડિવાઇન સ્કૂલ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ક્લિનિકલ રિસર્ચ ફોર સાયકોલોજી,યોગ એન્ડ નેચરોપથી  ફોર વેલબીઇંગને ટાઇટલ સ્પોન્સર કરવામાં આવી હતી.

8 થી 10 સપ્ટેબર દરરમિયાન યોજાયેલ આ કોન્ફરન્સનો 10 સપ્ટેબર 2023ના રોજ માનનીય  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઇ પટેલ,જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ.નિતીન સુમંત શાહ,ડૉ.બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.અમીબેન ઉપાધ્યાય,લકુલીશ યુનિ.ના ડીન દિનેશભાઇ પંચાલ હાજર રહ્યા હતા.

 

આ કોન્ફરન્સ વર્તમાન સમયમાં માનવ સ્વાસ્થ્ય સુખાકારી માટે આધુનિક વૈજ્ઞાનિક શોધ સંશોધનો સાથે આપણી પારંપરિક ચિકિત્સા પધ્ધતિઓ તેમજ સાયકોલોજી,યોગ અને નેચરોપથીના સંયોજન માટે યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં પ્રથમ વખત ગુજરાતની 7 યુનિવર્સિટી એક જ પ્લેટફોર્મ પર આવી હતી. 275 ડેલિગેશન સાથે ત્રણ દિવસમાં 127 સંસોધન પેપર રજુ કરવામાં આવ્યા હતા.માનીનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.